Fri,26 April 2024,5:40 am
Print
header

Breaking News: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને ગોળી મારવામાં આવી- Gujarat Post

શિંજો આબે મોદીના ખાસ મિત્ર

જાપાનના મીડિયામાં આબેને ગોળી મારવામાં આવી હોવાના અહેવાલ 

આબે અમદાવાદની લઈ ચુક્યાં છે મુલાકાત

ટોકિયોઃ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને ગોળી મારવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ મામલે જાપાનના એનએચકેના રિપોર્ટના હવાલાથી માહિતી આપી છે. આબેને નારા શહેરમાં ગોળી મારવામાં આવી હતી.

શિંજો આબે મોદીના ખાસ મિત્ર છે. બંને વચ્ચે સારી મિત્રતા છે. અનેક વખત બંને એકબીજાના વખાણ કરી ચુક્યાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અવસરે તેઓ ગુજરાતના મહેમાન બન્યાં હતા. આબેએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો.

આબે ભાષણ આપી રહ્યાં હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. આ સમયે તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. લોકોને શું થયું તે સમજાયું ન હતું પરંતુ ફાયરિંગનો અવાજ કેટલાક લોકોએ સાંભળ્યો હતો. આબેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch