Fri,26 April 2024,2:28 pm
Print
header

રાજ્યમાં 27 અને 28 તારીખે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર: આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજસ્થાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનને  કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.સાથે જ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે આગામી સમયમાં આ ઘટ પૂરી થઇ જશે.

ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે, બીજા રાઉન્ડમાં મેઘરાજા ધમારેદાર બેટિંગ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અને તાલુકામાં મેઘરાજા કહેર બનીને વરસ્યા છે.  રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે, મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.

આજે સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં જોવા મળ્યો છે અહીં પોણા આઠ ઇંચ વરસાદ વરસતા આ વિસ્તારમાં ખુબ પાણી ભરાયા હતા,બીજી તરફ કચ્છના નખત્રાણામાં 4 ઇંચ વરસાદ થયો છે.સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. રાપર તથા નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch