Thu,25 April 2024,10:16 pm
Print
header

કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ, ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ

વધુ માહિતી માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જમીનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા મામલે આ ગુનો દાખલ કરાયો છે. નવી શરતની જમીન જૂની શરતમાં બતાવીને, ખેડૂત ના હોવા છતાં કેટલાક લોકોને ખેડૂત બનાવી હોદ્દાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ નોંધાઇ છે, આ અંગે એસ કે લાંગા સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ થઇ છે.

સરકારી ફરજ વખતે ભ્રષ્ટાચાર આચરીને ખોટા દસ્તાવેજો અને સતાનો દુરૂપયોગ કર્યાનું સામે આવ્યું છે. નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખોમાં સહી કરી હોવાનું સામે આવ્યું છે. સરકાર તરફથી કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે આ ફરિયાદ નોંધાવી છે.

કલોલના મુલસણા ગામના સર્વે નંબરોવાળી જમીનમાં રહેણાંક માટે બિનખેતી પરવાનગી બાબતે પણ ખોટા હુકમો કર્યાં હતા.

બિનખેડૂતને પુરાવા કે આધાર વિના ચકાસણી કર્યાં વિના ખેડૂત ગણીને બિનખેતીના કેસો મંજૂર કરેલા છે. કોઇ પણ ફાઇલમાં  વેચાણ કરનારા અને વેચાણથી લેનારા લોકો ખેડૂત છે કે કેમ? તેની વિગતો ફાઇલ કે રેકર્ડ પર જણાતી નથી, તે માટે વિગતો મેળવી ચકાસણી કરતા આ કૌભાંડ સામે આવ્યું છે. એન.એ પરવાનગીના સંખ્યાબંધ કેસોમાં નવી શરતની જમીન જણાતી હોવા છંતા તેને જૂની શરતની ગણીને સરકારને પ્રિમીયમમાં કરોડો રૂપિયાનું નુકસાન કરાયું છે.

અમદાવાદના બાવળામાં આ બાબુની રાઇસ મિલમાં ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. સાણંદમાં પરિવારના નામે ફાર્મ હાઉસ, બોપલના સ્કાય સિટીમાં બંગલો સહિતની જમીનો હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને અનેક જગ્યાએ ભાગીદારી કરી હોવાનું સામે આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch