Mon,09 December 2024,12:48 am
Print
header

Fact Check: મુખ્તાર અંસારીના મોત માટે ગૃહમંત્રી અમિત શાહ-ભાજપ જવાબદાર હોવાની અફવાઓ, આ છે હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: ઉત્તર પ્રદેશમાં માફિયામાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીના મોત પર તેના પુત્રએ કહ્યું છે કે પિતાને જેલમાં ધીમું ઝેર આપવામાં આવતું હતું. અંસારીની હત્યાની આશંકા વ્યક્ત કરતાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે જાહેર મંચથી ગૃહ મંત્રીએ ખુલીને કહ્યું છે કે અંસારીના મોતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો હાથ છે.

વાયરલ વીડિયોમાં અમિત શાહ કહી રહ્યાં છે કે તેમની સરકારે જનતાને NIAMથી મુક્તિ અપાવી છે. એનો મતલબ નસીમુદ્દીન સિદ્દીથી મુક્તિ ભાજપે અપાવી, આઈ મતલબ ઈમરાન મસૂદથી ભાજપે મુક્તિ અપાવી, આઝમ ખાનથી મુક્તિ ભાજપે અપાવી, અતીક અહેમદથી મુક્તિ ભાજપે અપાવી. અંતમાં તેઓ કહે છે બીજેપીએ મુખ્તાર અંસારીથી મુક્તિ અપાવી.

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અમિત શાહનું આ નિવેદન મુખ્તાર અંસારીના મોત પછીનું છે. જેનાથી સમજી શકાય છે કે તેનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ અન્ય રીતે થયું છે. પરંતુ અમારા ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે, અમિત શાહનો આ વાયરલ વીડિયો મુખ્તાર અંસારીના મોત બાદનો નહીં પરંતુ એપ્રિલ 2019નો છે. 10 એપ્રિલ, 2019ના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અમિત શાહે આ નિવેદન 2019માં આપ્યું હતું પરંતુ તેને અંસારીના મોત સાથે જોડીને ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે.

શાહે તે વખતે કહી રહ્યાં હતા કે ભાજપે અનેક એવા કામો કર્યાં છે જે જનતાના હિતમાં છે આ વીડિયોને હાલના મુખ્તારના મોત સાથે કોઇ લેવાદેવા નથી, અંસારીનું મોત જેલમાં હાર્ટએટેકને કારણે થયું છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch