Thu,02 May 2024,9:08 am
Print
header

Fact check: મુખ્તાર અંસારીની કબર પર અખિલેશ-ડિમ્પલે શીશ નમાવીને ફૂલો અર્પણ કર્યાની વાત ખોટી છે, આ છે હકીકત- Gujarat Post

Fact Check: સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે થોડા દિવસ પહેલા મુખ્તાર અંસારીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. સપાના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને રાજ્યસભાના સાંસદ બલરામ યાદવ મોહમ્મદબાદ પહોંચ્યાં હતા, જેમણે મુખ્તાર અંસારીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કાલીબાગ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીની કબર પર ફૂલ અર્પણ કર્યાં હતા. દરમિયાન એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અખિલેશ અને તેમના પત્ની ડિમ્પલ બંને કબર પર માથું નમાવતા જોવા મળે છે.

કબર પાસે ઉભેલા સપા નેતા અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવના દંપતીની તસવીરને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ તસવીરમાં દેખાતી કબર અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મુખ્તાર અંસારીની કબર છે, જેના પર અખિલેશ યાદવ અને ડિમ્પલ હાથ જોડીને માથું નમાવી રહ્યાં છે.

Fact Check: પરંતુ અમારા ફેક્ટ ચેક દરમિયાન સામે આવ્યું કે,  આ તસવીર પૂર્વ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હતું તે સમયની છે. મૂળ તસવીરમાં, અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ બંને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં, વાયરલ તસવીરને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. આ તસવીરને લઈને સપા કાર્યકરોએ પ્રયાગરાજમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં સપા નેતા સંદીપ યાદવે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવા ફેક ન્યૂઝ તમારે પણ વાઇરલ કરવા જોઇએ નહીં.

નોંધનિય છે કે મુખ્તાર અંસારીનું જેલમાં હાર્ટએટેકને કારણે મોત થયું છે અને તેમના પરિવારે હત્યાનો આરોપ લગાવીને તપાસની માંંગ કરી છે, આ મામલે યુપીની રાજનીતિમાં ગરમાવો ચાલી રહ્યો છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch