Mon,20 May 2024,12:54 pm
Print
header

Fact check: ધોરણ- 5, 8, 10 અને 12 પાસ વિદ્યાર્થીઓને પીએમ ઈન્ટર્ન સ્કોલરશિપ હેઠળ રૂ.8 હજાર આપવાની વાત ખોટી છે, જાણો વધુ વિગતો

Gujarat Post Fact Check News: કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટર્નશીપ કાર્યક્રમના સમાચારનું સત્ય સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. ઘણા સમયથી આ અફવા ફેલાઈ રહી હતી કે કેન્દ્ર સરકાર "પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024" હેઠળ ધોરણ 5મું પાસ, 8મું પાસ, 10મું પાસ, 12 મું પાસને 8 હજાર રૂપિયા આપશે.

આ ફેક ન્યૂઝ યુટ્યુબ ચેનલ KL ONLINE STUDY પર અપલોડ કરવામાં આવ્યાં હતા. આ સમાચાર માટે એક બેનર પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં આ ફેક પ્રોગ્રામ સાથે સંબંધિત તમામ વિગતો લખવામાં આવી હતી. ટોચ પર, પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2024 મોટા અક્ષરોમાં લખાયેલું છે. આ પછી ખુશખબર ત્રણ વખત લખવામાં આવી છે. આ માટે નીચે લખ્યું છે કે આ યોજના અભણ, 5મું પાસ, 8મું પાસ,10મું પાસ, 12 મું પાસ માટે છે. તેની નીચે લખ્યું છે કે તમને દર મહિને 8 હજાર રૂપિયા મળશે, આજે જ ફોર્મ ભરો.

ગુજરાત પોસ્ટ ન્યૂઝે આ સમાચારો માટે અનેક વેબસાઇટો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યાં, પછી અમે યોજનાને લગતી સરકારી વેબસાઇટો પણ તપાસી તો અમને આવી કોઇ સરકારી યોજનાની માહિતી ન મળી. આ સમાચારની તપાસ કરી અને જાણવા મળ્યું કે KL ONLINE STUDY યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલા સમાચાર ખોટા છે. આ યુટ્યુબ ચેનલના 1 લાખ 51 હજાર સબસ્ક્રાઈબર્સ છે. આ પહેલા પણ આ ચેનલ દ્વારા ઘણા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યાં હતા. ઉપરાંત આ ચેનલ પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોળી ગિફ્ટ સ્કીમ હેઠળ દરેકના ખાતામાં બે હજાર રૂપિયા આવશે.

Gujarat Post Fact Check News: પીઆઇબીએ પણ આ પોસ્ટરની તસવીર સાથે લખ્યું છે કે કેએલ ઓનલાઈન સ્ટડી નામની યુટ્યુબ ચેનલના વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે “પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024 હેઠળ ધોરણ 5, 8, 10 અને 12 પાસ વિદ્યાર્થીઓને 8 હજાર રૂપિયા આપવામાં આવશે. જો કે આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ ઈન્ટર્નશિપ યોજના ચલાવવામાં આવતી નથી. આવા ખોટા સમાચારોથી તમારે દૂર રહેવું જોઇએ.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch