(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
Gujarat Post Fact Check News: હરિયાણાની સિરસા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અશોક તંવરના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોનું ટોળું વાહનોના કાફલા પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરી રહ્યું છે. દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ લોકોની નારાજ ભીડથી વાહનને બચાવતા જોવા મળે છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સિરસાનો છે. જ્યાં લોકોના રોષે ભરાયેલા ટોળાએ મત માંગવા ગયેલા ભાજપના ઉમેદવાર અશોક તંવર પર હુમલો કર્યો હતો.આ વીડિયો X પર ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ઝારખંડ કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે - સિરસાના લોકોએ ભાજપના ઉમેદવાર અશોક તંવરને આજે જ લોકસભામાં મોકલી દીધા, તેમ કહીને કટાક્ષ કરવામાં આવ્યો હતો.
અમારા ફેક્ટ ચેક દરમિયાન વીડિયો હરિયાણાના સિરસાનો હોવાનું જાણવા મળ્યું હતુ. ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવાના વાહન પર ખેડૂતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વીડિયો 3 વર્ષ પહેલા 11 જુલાઈ 2021ના રોજ એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયો 3 વર્ષ જૂનો છે, જેને ભ્રામક દાવો સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે તે તાજેતરનો છે.
BJP प्रत्याशी अशोक तंवर को सिरसा वालों ने आज ही लोकसभा में भेज दीया... pic.twitter.com/5C2bGB2xCn
— Jharkhand Congress (@INCJharkhand) April 11, 2024
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Fact Check: 7 મહિનાની ગર્ભવતી હોવા છતાં ભારતીય ફેન્સરે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હોવાની વાતની આ છે સચ્ચાઇ | 2025-01-29 15:18:00
Fact Check: ઉત્તરાખંડમાં MLA ની ઓફિસ પર હુમલા બાદ પ્રણવ સિંહે ઉજવણી કરી હોવાનો વીડિયો ખોટો છે | 2025-01-29 14:39:16
Fact Check: પુષ્પક વિમાન દ્વારા મહાકુંભમાં પહોંચવાનો દાવો કરતો આ વીડિયો થાઈલેન્ડનો છે | 2025-01-27 14:36:50
Fact Check: આ સાંપ્રદાયિક દાવો ખોટો છે, નોકરાણીનો જ્યુસમાં પેશાબ ભેળવતો વીડિયો થયો છે વાયરલ | 2025-01-27 14:18:38