Sat,18 May 2024,2:13 pm
Print
header

Fact Check: 50 અને 15નો સરવાળો રાહુલ ગાંધીએ 73 કહ્યો ! વાયરલ વીડિયોની આ છે હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીએ 50 અને 15નો સરવાળો 73 જાહેર કર્યો છે. જો કે, ફેક્ટ ચેકમાં સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું.

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો દ્વારા રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યાં છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ પોતાના ભાષણ દરમિયાન 50 અને 15નો સરવાળો 73 કહી રહ્યાં છે. તે કહે છે, મને કહો કે 50 અને 15 કેટલા થયા... તોતેર...સેવેંટી થ્રી.

આ વીડિયો શેર કરતી વખતે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ટોણો મારી રહ્યાં છે કે રાહુલ ગાંધીને સાદું ગણિત કેવી રીતે ઉકેલવું તે પણ આવડતું નથી. આ વીડિયોને અનેક લોકો શેર કરી ચુક્યાં છે. ફેક્ટ ચેક દરમિયાન આ વીડિયો એડિટેડ હોવાનું સામે આયું. હકીકતમાં રાહુલ ગાંધીએ 50, 15 અને 8 નો સરવાળો 73 ગણાવ્યો હતો. આ આંકડા દ્વારા રાહુલ ગાંધી ભારતમાં ઓબીસી અને એસસી-એસટી વસ્તીનો હિસ્સો જણાવતા હતા. તેઓ આરક્ષણને લઇને વાત કરી રહ્યાં હતા.

આ વીડિયો 8 ફેબ્રુઆરીનો છે. તે સમયે ભારત જોડો યાત્રા ઓડિશાથી છત્તીસગઢ પહોંચી હતી.દરમિયાન રાહુલ ગાંધીની રાયગઢમાં જનસભા થઈ હતી. આ વીડિયોમાં છેડછાડ કરીને ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે. ત્યારે તમે પણ આવા ખોટા વીડિયોને વાઇરલ કરતા નહીં.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch