Thu,02 May 2024,7:37 am
Print
header

Fact Check: આ ફોટોમાં કંગના સાથે ગેંગસ્ટર અબુ સાલેમ નથી, જાણો-વાયરલ તસવીરની હકીકત-Gujarat Post

Gujarat Post Fact Check News: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ટિકિટ આપી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે. જેમાં કંગના એક પુરુષ સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે તસવીરમાં અભિનેત્રી કંગના રનૌત કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમ સાથે છે. પરંતુ ફેક્ટ ચેકમાં જાણવા વાયરલ ફોટોમાં કંગના સાથે અબુ સાલેમ નહીં પરંતુ ફિલ્મ જર્નાલિસ્ટ માર્ક મેન્યુઅલ છે.

આપકા અપના શૈલેન્દ્ર પટેલ નામના યુઝરે ફેસબુક પર બે તસવીરો શેર કરી હતી. તેણે આ તસવીરો 14 સપ્ટેમ્બર 2020ના રોજ પોસ્ટ કરી હતી જે હવે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "અબુ સાલેમ સાથે કંગના બાબરને રોકવાનો પ્રયાસ કરી રહી છે અને તે તમારી રોલ મોડલ છે. તમને શરમ આવે છે." આ પોસ્ટમાં બે ફોટા છે, જેમાં એક તસવીરમાં કંગના એક વ્યક્તિ સાથે છે જે અબુ સાલેમ હોવાનું કહેવાય છે અને બીજી તસવીરમાં કંગના એક કબર પર ચાદર ચઢાવતી જોવા મળી રહી છે.

આ ફોટો વાઇરલ થયા બાદ અમારા ફેક્ટ ચેકમાં એ સ્પષ્ટ થયું છે કે કંગના રનૌતના વાયરલ ફોટામાં ગેંગસ્ટર અબુ સાલેમ નહીં પણ ફિલ્મ જર્નાલિસ્ટ માર્ક મેન્યુઅલ છે. આ ફોટો ખોટી રીતે વાઇરલ કરવામાં આવી રહ્યો છે.

ગેંગસ્ટર અબુ સાલેમને 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સાલેમ મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં આરોપી હતો. જેમાં 257 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ બાદ તેને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch