Thu,09 May 2024,10:10 pm
Print
header

Fact Check: IPLમાં સતત 3 હાર બાદ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી હોવાની પોસ્ટ વાઇરલ

Gujarat Post Fact Check: ક્રિકેટના મહાકુંભ આઈપીએલની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ આઈપીએલ મેચથી જ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા વિવાદમાં રહ્યો છે. મુંબઈ હાલ આઈપીએલમાં ત્રણેય મેચ હારીને પોઇન્ટ ટેબલમાં તળિયે છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી છે અને રોહિત શર્માને ફરી સુકાની પદ સોંપવામાં આવ્યું છે.

ક્રિશ ભાટીયા નામના યુઝર્સે એક્સ પર લખ્યું, હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી હાંકી કાઢવામાં આવ્યો છે. જે બાદ અનેક લોકોએ તેના પર પ્રતિક્રિય આપી છે. જો કે અમારા ફેક્ટ ચેક દરમિયાન આવી કોઈ વાત સામે આવી નથી. હાર્દિકે ગઈકાલે સાંજે રમાયેલી સનરાઇઝર્સ સામેની મેચમાં પણ કેપ્ટનશીપ કરી હતી. એટલે કે હાર્દિકની કેપ્ટન તરીકે હકાલપટ્ટીની વાતમાં કોઈ તથ્ય નથી.

Gujarat Post Fact Check: IPLની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે છ વિકેટે જીત મેળવીને પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો અને પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. તે જ સમયે, મુંબઈ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની પ્રથમ જીત હાંસલ કરી શક્યું નથી અને તે 10માં સ્થાને છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 4 પોઇન્ટ અને +1.047ના નેટ રન રેટ સાથે બીજા, ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઇન્ટ અને +0.976 નેટ રન રેટ સાથે ત્રીજા, ગુજરાત ટાઈટન્સ -0.738 નેટ રન રેટ 4 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.  2 પોઈન્ટ અને 0.204 નેટ રન રેટ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ પાંચમા, 2 પોઇન્ટ અને +0.204 નેટ રન રેટ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ છઠ્ઠા, 2 પોઇન્ટ અને -0.016 નેટ રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સ સાતમા, 2 પોઇન્ટ અને -0.337 નેટ રન રેટ સાથે પંજાબ કિંગ્સ આઠમા, 2 પોઇન્ટ અને -0.711 નેટ રન રેટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ નવમા ક્રમે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch