Mon,20 May 2024,11:35 am
Print
header

Fact Check: શું ભાજપે બ્રિજ ભૂષણસિંહની ટિકિટ કાપતા તેઓ ગુસ્સે ભરાયા છે, જાણો આ વાઇરલ નિવેદનની હકીકત શું છે ? Gujarat Post

Fact Check News: 2 માર્ચે લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં સૌથી વધુ 80 લોકસભા બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી 51 નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે પાર્ટીના ઘણા દિગ્ગજ સાંસદોના નામ આ યાદીમાં નથી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પૂછી રહ્યાં છે કે તેમની ટિકિટ કોણ કાપશે.

રેસલિંગ એસોસિએશનમાં વિવાદમાં આવેલા કૈસરગંજના ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકસભા ચૂંટણી માટે બીજેપીની પહેલી યાદી જાહેર થયા બાદ યુઝર્સ બ્રિજ ભૂષણનો વીડિયો અલગ-અલગ દાવા સાથે શેર કરી રહ્યાં છે. એક્સ યુઝર કૌશલ સિંહે વીડિયોને કેપ્શન આપ્યું, 'મારી ટિકિટ કોણ કાપી રહ્યું છે ? મને તેનું નામ કહો. વર્ચસ્વ હતું, વર્ચસ્વ છે અને વર્ચસ્વ રહેશે.!!'

આ જ વીડિયોને શેર કરતા વેરિફાઈડ યુઝર વિપીન પટેલે કેપ્શન આપ્યું, દબદબા હૈ, દબદબા રહેગા કા પહલી લિસ્ટમેં નાયમ ગાયબ હૈ. યે કૈસા દબદબા હૈ ભાઈ. જ્યારે પત્રકારે પૂછ્યું કે, 'તમારી ટિકિટ કપાઈ રહી છે તો' બ્રિજ ભૂષણ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, 'કોણ કાપી રહ્યું છે ? તો મને કહો, મોદીએ ટિકિટ કાપી છે.'

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ છેલ્લા કેટલાક સમયથી રેસલિંગ એસોસિએશન સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. આવી સ્થિતિમાં બ્રિજભૂષણ સિંહની ટિકિટ કાપવી તે મોટા સમાચાર હશે. તપાસ કરવા માટે, સૌ પ્રથમ અમે ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી પર નજર નાખી જેમાં બ્રિજભૂષણ શરણની પરંપરાગત બેઠક કૈસરગંજનું નામ ન હતું. અહીંથી એવો સંકેત મળ્યો હતો કે ભાજપે બ્રિજ ભૂષણની ટિકિટ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.

બ્રિજ ભૂષણનું વાયરલ નિવેદન ક્યારે હતું તે જાણવા માટે અમે વીડિયોની તપાસ કરી. અમારા ફેક્ટ ચેક દરમિયાન સપ્ટેમ્બર 2023ના વીડિયો મળ્યાં. અહીંથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, ભાજપના સાંસદનું જે નિવેદન હાલ વાયરલ થયું છે તે લગભગ પાંચ મહિના જૂનું છે. હાલમાં તેમને કોઇ આવું નિવેદન આપ્યું નથી, અને ભાજપ દ્વારા હજુ અનેક બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch