Mon,20 May 2024,12:03 pm
Print
header

Fact Check: શું મંદિરમાં રામલલા ખરેખર આંખો પટપટાવી રહ્યાં છે ? જાણો વાયરલ વીડિયોની હકીકત- Gujarat Post

Gujaratpost Fact Check News: બધાની નજર અયોધ્યા મંદિરમાં નવનિર્મિત રામલલાની મૂર્તિ પર ટકેલી છે. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રામલલા શરમાળ રૂપમાં હસતા જોવા મળી રહ્યાં છે. લોકો તેને શેર કરી રહ્યાં છે. ક્લિપ જોઈને લાગે છે કે રામલલા હસતા હોય અને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યાં હોય.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. આ દરમિયાન, દરેક લોકો રામલલાની મૂર્તિ વિશે વાત કરી રહ્યાં છે, જેમાં શ્રી રામ શ્યામ સ્વરૂપમાં જોવા મળે છે. અચાનક આ વીડિયો વાયરલ થવા લાગ્યો અને લોકો તેને ખૂબ શેર કરવા લાગ્યા.

Gujaratpost Fact Check News: વીડિયોની શરૂઆતમાં રામલલાની મૂર્તિ બાજુ તરફ જોતી અને ઝબકતી બતાવવામાં આવી છે. AI ક્લિપમાં મૂર્તિને સહેજ માથું હલાવીને હસતી પણ બતાવવામાં આવી છે. હવે તમે વિચારતા હશો કે રામલલાની મૂર્તિ આ રીતે હસતી કેમ જોવા મળે છે પાછળનું કારણ એઆઈ ટેક્નોલોજી છે. રામલલાનો વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આટલો જીવંત બનાવવામાં આવ્યો છે.

આ પોસ્ટ એક દિવસ પહેલા શેર કરવામાં આવી હતી. ત્યારથી તેને 1.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. લોકો તેને ખૂબ શેર પણ કરી રહ્યાં છે. ઘણા લોકોએ હાથ જોડી અને હૃદયની ઇમોજી પણ શેર કરી. ઘણા યુઝર્સે લખ્યું- વાહ, આ ખૂબ જ અદ્ભભૂત છે.

Gujaratpost Fact Check News: રામલલાની પ્રતિમાની વાત કરીએ તો આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે. પ્રતિમા ભગવાન રામને કમળ પર ઊભેલા પાંચ વર્ષના બાળક તરીકે દર્શાવે છે. આ મૂર્તિ પોતાનામાં ખૂબ જ ખાસ છે કારણ કે તે શ્યામ શિલા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મુજબ, તેઓ બનારસી કપડામાં સજ્જ છે, જેમાં પીળી ધોતી અને લાલ પટકા- આંગાવસ્ત્રમનો સમાવેશ થાય છે. આ અંગવસ્ત્રો શુદ્ધ સોનાની ઝરી અને તેના પર શુભ વૈષ્ણવ પ્રતીકો કોતરેલા દોરાથી શણગારેલા છે. માન્યતાઓ અનુસાર, જન્મસ્થળમાં ભગવાનની પૂજા બાળકના રૂપમાં કરવામાં આવે છે, તેથી ભગવાન શ્રી રામની મૂર્તિ પણ બાળકના રૂપમાં બનાવવામાં આવે છે.

અમારી તપાસમાં જાણવા મળ્યું કે ભગવાન રામની મૂર્તીને AIની મદદથી માથુ હલાવતી બતાવવામાં આવી છે અને આ વીડિયો શેર થઇ રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch