Mon,20 May 2024,11:22 am
Print
header

Fact Check: શ્રદ્ધાળુઓના જૂતાનું ધ્યાન રાખતી યશોદાએ રામ મંદિરમાં કર્યું રૂ. 51 લાખનું દાન ? આ છે વાયરલ દાવાની હકીકત

(સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજનો સ્ક્રીનશોટ)

Gujaratpost Fact Check News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર હાલ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. ફેસબુક પર એક તસવીર સાથેના દાવામાં લખવામાં આવ્યું છે કે 20 વર્ષની ઉંમરે યશોદાજીને તેમના પતિએ ત્યજી દીધા હતા, ત્યારથી તેમણે પોતાનું જીવન બાંકે બિહારી લાલને સમર્પિત કર્યું છે, તેઓ વૃંદાવનની ગલીઓમાં દર્શન માટે આવતા ભક્તોના પગરખાંની રક્ષા કરવા લાગ્યા, જેથી તેમની પાસે 30 વર્ષમાં 51 લાખ રૂપિયા જમા થયા હતા. પોસ્ટ અનુસાર, જ્યારે તેમને રામ મંદિરના નિર્માણની માહિતી મળી, ત્યારે તેમણે રામ મંદિરને રૂપિયા 51,10,025/- સમર્પિત કર્યાં છે.

Gujaratpost Fact Check News:

ઉત્તરાખંડની બ્રેકિંગ ડોટ કોમ નામની વેબસાઈટમાં 21 જાન્યુઆરી, 2024ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે વૃંદાવનની ગલીઓમાં ભક્તોના પગરખાંની સંભાળ રાખતા યશોદાએ રામ મંદિર માટે 51 લાખ રૂપિયા અર્પણ કર્યાં છે.

22 મે, 2017 ના રોજ, 'શ્રી બાંકે બિહારી જી વૃંદાવન' નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, તસવીરમાં દેખાતી મહિલાનું નામ યશોદા છે, જે જૂતાની સંભાળ રાખે છે. તે 20 વર્ષની ઉંમરે વિધવા થયા હતા, છેલ્લા 30 વર્ષમાં 51,02,550 રૂપિયા એકઠા કર્યાં બાદ તેમણે 40 લાખ રૂપિયાની રકમથી ગૌશાળા અને ધર્મશાળાનું નિર્માણ શરૂ કર્યું છે.

ફેક્ટ ચેકમાં એવું સાબિત થયું કે, વાયરલ થઈ રહેલો દાવો નકલી છે. અમારી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યશોદા નામના મહિલાનો આ ફોટો 2017નો છે. આ મહિલા મંદિરની બહાર પગરખાં અને ચપ્પલની રક્ષા કરે છે, પરંતુ 2017માં તેમણે મધ્યપ્રદેશના કટનીમાં પોતાનું ઘર વેચીને મળેલા પૈસા વૃંદાવનમાં ગાય આશ્રય બનાવવા માટે દાનમાં આપ્યાં હતા. ત્યારે રામ મંદિરમાં દાન કર્યાનો આ દાવો ખોટો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch