Mon,20 May 2024,11:22 am
Print
header

Fact Check News: સંસદ હુમલાનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર માર્યો ગયો હોવાના અહેવાલ ? જાણો હકીકત- Gujarat Post

Fact Check News

નવી દિલ્હીઃ ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી, જે ભારત પરના સંસદ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો તે બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો, આવા સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યાં છે. આ આતંકવાદીનું નામ મૌલાના મસૂદ અઝહર છે, જેણે ભારત સામે હુમલાના અનેક ષડયંત્રો રચ્યાં છે. બોમ્બ બ્લાસ્ટમાં તેના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થઇ ગયા છે. ગયા મહિને મોસ્ટ વોન્ટેડ અને  પાકિસ્તાનમાં રહેતા દાઉદ ઈબ્રાહિમની ઝેર આપીને હત્યા કરાઇ હોવાની વાત વહેતી થઇ હતી. પરંતુ તે સમાચારની કોઈ પુષ્ટિ થઈ ન હતી.  

બોંબ બ્લાસ્ટમાં આતંકી માર્યો ગયો હોવાના અહેવાલ ખોટો

સોશિયલ મીડિયામાં ફરી રહેલા આ ન્યૂઝ છે ફેક

હવે હાલમાં કેટલાક પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ્સે આવી પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.  જૈશ-એ-મોહમ્મદના વડા સવારે પાંચ વાગ્યે મસ્જીદમાંથી પરત ફરતી વખતે બહાવલપુરમાં બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા છે. 

Fact Check

આ કુખ્યાત આતંકવાદીના મોતના સમાચાર ભારત માટે કોઈ મોટા સારા સમાચારથી ઓછા નથી, પરંતુ આ સમાચાર કેટલા સાચા છે કે ખોટા છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. સમય સમય પર એવું જોવામાં આવ્યું છે કે સમાચારમાં રહેવા માટે પાકિસ્તાનીઓ વારંવાર આવા ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યાં છે. આ વખતે પણ આ સમાચાર ખોટા સાબિત થાય છે.

મસૂદ અઝહર સામે 2001ના સંસદ હુમલામાં દિલ્હી પોલીસે અને 2016ના પઠાણકોટ એરબેઝ હુમલામાં પંજાબ પોલીસે ચાર્જશીટ કરી હતી.તેની સામે 5 જુલાઈ 2005ના રોજ રામ જન્મભૂમિ મંદિર પર થયેલા હુમલાનો પણ આરોપ છે. આ સિવાય તે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં CRPF જવાનો પર થયેલા હુમલાના કેસમાં પણ વોન્ટેડ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch