Mon,20 May 2024,9:36 am
Print
header

Fact Check News: શું RBI 100 રૂપિયાની જૂની નોટ બંધ કરી રહ્યું છે ? 31 માર્ચ, 2024 છેલ્લી તારીખ હોવાની વાતની હકીકત જાણો

Gujarat Post Fact Check News: 100 રૂપિયાની જૂની નોટને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહી દીધું છે. જો કે અમે આ દાવો તપાસ્યો, ત્યારે તે સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું અને અમને જાણવા મળ્યું કે 100 રૂપિયાની જૂની પ્રિન્ટેડ નોટને બદલવા માટે RBI દ્વારા કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.

એક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેમાં 100 રૂપિયાની જૂની નોટનો ફોટો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, "આ જૂની 100 રૂપિયાની નોટ હવે માન્ય નથી. RBIએ નોટ બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 આપી છે." આ દાવાની પુષ્ટિ કરવા માટે, સૌથી પહેલા અમે તેનાથી સંબંધિત સમાચારો શોધ્યા. અમને કોઈપણ મીડિયા પ્લેટફોર્મ પર એવા સમાચાર મળ્યાં નથી કે ભારતીય રિઝર્વ બેંકે જૂની 100 રૂપિયાની નોટ બદલવાની સમય મર્યાદા આપી હોય અથવા જૂની 100 રૂપિયાની નોટ હવે કાનૂની ટેન્ડર નથી. આ પછી આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જઈને તપાસ કરી. અહીં અમે નોટિફિકેશન અને પ્રેસ રિલીઝ વિભાગમાં આ સમાચાર સાથે સંબંધિત માહિતી શોધી હતી, પરંતુ અહીં પણ આવો કોઈ આદેશ જોવા મળ્યો ન હતો.

Gujarat Post Fact Check News: આ પછી, અમે ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટમાં તપાસ કરી, આ સમય દરમિયાન અમને 19 જુલાઈ, 2018ની RBIની જૂની પ્રેસ રિલીઝ મળી. જેમાં 100 રૂપિયાની નવી નોટની ડિઝાઈન વિશે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે અમે તેને ધ્યાનથી વાંચ્યું, ત્યારે અમને જાણવા મળ્યું કે RBI એ સ્પષ્ટ રીતે લખ્યું છે કે અગાઉની શ્રેણીમાં રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી તમામ 100 રૂપિયાની બેંક નોટો કાનૂની ટેન્ડર રહેશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ દાવો બોગસ છે. જો તમને પણ આવો ફોરવર્ડ મેસેજ મળ્યો હોય તો ઈગ્નોર કરશો અને આગળ ન મોકલતા. તમે પણ આવી કોઇ અફવા ફેલાવતા નહીં.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch