Mon,09 December 2024,1:25 pm
Print
header

Fact Check: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધાની અનેક પોસ્ટ વાઇરલ, જાણો હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક ફેક ન્યૂઝ વાયરલ થઇ રહ્યાં છે.આ ફેક ન્યૂઝ હંમેશા કોઈ મોટી ઘટનાને ધ્યાનમાં રાખીને ફેલાવવામાં આવે છે. સામાન્ય યૂઝર્સ આ ફેક ન્યૂઝ પર વિશ્વાસ કરીને સરળતાથી તેનો શિકાર બને છે અને તેને આગળ શેર કરે છે. આવા જ એક ફેક ન્યૂઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એક નોટિસ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, જ્યારે અમે આ દાવાની તથ્ય-તપાસ કરી, તો તે સંપૂર્ણપણે નકલી સાબિત થયો.

નોટિસની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. નોટિસમાં લોકસભા ચૂંટણીની તારીખ 16મી એપ્રિલ જણાવવામાં આવી છે. આ નોટિસ શેર કરતી વખતે ફેસબુક યુઝર- ખેડૂત પુત્ર - રાજા હેયરે લખ્યું છે - 16 ફેબ્રુઆરીથી આચારસંહિતા લાગુ કરવામાં આવશે, 16 માર્ચ સુધી ટિકિટ વિતરણ, 16 એપ્રિલ 2024થી લોકસભાની ચૂંટણી શરૂ થશે.વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર લોકસભાની ચૂંટણીની તારીખ સાથે જોડાયેલી મોટી સંખ્યામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં, અમે આ દાવાની તપાસ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા અમે ગુગલ ઓપન સર્ચની મદદ લીધી અને આ બાબતને લગતા કીવર્ડ્સની મદદથી ન્યૂઝ સર્ચ કર્યાં. જો કે, અમને ક્યાંય એવા કોઈ સમાચાર મળ્યાં નથી. આ પછી વધુ માહિતી માટે ચૂંટણી પંચની X પ્રોફાઇલ ચેક કરી. અહીં અમને પંચ દ્વારા 30 જાન્યુઆરીએ કરવામાં આવેલ એક ટ્વિટ જોવા મળ્યું.જેમાં ચૂંટણી પંચે લખ્યું છે કે હજુ સુધી તેમના દ્વારા આગામી ચૂંટણીની કોઈ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણીને લઈને જે તારીખો વાયરલ થઈ રહી છે તે ફેક ન્યૂઝ સિવાય કંઈ નથી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch