Fri,26 April 2024,2:05 pm
Print
header

ઓમિક્રોન વેરિઅન્ટને અટકાવી નહીં શકાય ! મેડિકલ એક્સપર્ટે કર્યો દાવો- Gujarat post

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ (Coronavirus)ની સાથે તેના ઓમિક્રોન (Omicron) વેરિયન્ટના કેસો પણ સતત વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે ટોચના મેડિકલ એક્સપર્ટે ઓમિક્રોન (Omicron in India)ને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને અટકાવી નહીં શકાય લાખો લોકો તેનાથી સંક્રમિત થઇ શકે છે. તેમણે એ પણ દાવો કર્યો કે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ પણ તેની સામે કારગર નહીં નીવડે. બૂસ્ટર ડોઝ (Booster Dose) ઓમિક્રોન નહીં અટકાવી શકે. ઓમિક્રોન શરદી-ઉધરસના રૂપમાં પોતાને રજૂ કરી રહ્યો છે.

એનડીટીવીના રિપોર્ટ મુજબ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ મુલિયિલે ઓમિક્રોન સંક્રમણ અંગે ચોંકાવનારા દાવા કર્યાં છે. તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું કે હવે કોવિડ-19 ડરાવનારી બીમારી નથી રહી, કારણ કે કોરોનાનો નવો સ્ટ્રેન હળવો છે. તેનાથી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ નહીં રહે.

તેમનું કહેવું છે કે, 'ઓમિક્રોન એવી બીમારી છે જેનો સામનો આપણે કરી શકીએ છીએ. આપણામાંથી ઘણાં લોકોને ખબર પણ નહીં પડે કે તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થઈ ગયા છે. 80 ટકાથી વધુ લોકોને તો એ પણ ખબર નહીં પડે કે આ ક્યારે થયું ?

તેમણે દાવો કર્યો છે કે સંક્રમણના માધ્યમથી પ્રાકૃતિક રૂપે મળેલી ઇમ્યુનિટી આજીવન રહી શકે છે, આ જ કારણ છે કે ભારત કેટલાય અન્ય દેશોની જેમ ખરાબ રીતે પ્રભાવિત નથી થયો. જ્યારે વેક્સીન આવી હતી, એ પહેલા જ દેશની 85 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં આવી ચૂકી હતી.એવામાં કોરોના વેક્સીનના પહેલા ડોઝે બૂસ્ટર ડોઝનું કામ કર્યું. તેમણે ઉમેર્યું કે, વિશ્વભરમાં એવું માનવામાં આવે છે કે પ્રાકૃતિક રીતે થયેલું સંક્રમણ સ્થાયી ઇમ્યુનિટી નથી આપતું. પરંતુ મારું માનવું છે કે આ ખોટું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch