Sat,27 July 2024,4:53 pm
Print
header

પંજાબમાં ભાજપને એક પણ બેઠક ન મળતા પ્રભારી વિજય રૂપાણીએ આવી રીતે કર્યો પોતાનો બચાવ- Gujarat Post

ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકોને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પંજાબમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. જે અંગે તેમણે કહ્યું કે, પંજાબમાં ભાજપ વિરૂધ્ધ ખેડૂતોનો રોષ હતો, સરકાર સામે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, પંજાબમાં આમ પણ ભાજપને જીતવું મુશ્કેલ જ હતું, કેટલાક ગામોમાં તો ખેડૂતો ભાજપને પ્રવેશવા પણ દેતા ન્હોતા જે કારણે ત્યાં એક પણ બેઠક મળી નથી.

ઉત્તર પ્રદેશમાં ભાજપના રકાસ અંગે પણ રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, આ રાજ્યમાંથી અમને બહુ સારી અપેક્ષા હતી. ઉત્તર પ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટી સમસ્યા છે. હાલ કશું કહી શકાય નહીં પણ થોડા દિવસોમાં તે જાણી શકાશે. ઉત્તર પ્રદેશમાં મોટું નુક્શાન ગયું. ગુજરાતમાં ક્લીન સ્વીપને બદલે એક બેઠક ગુમાવી. ત્યારે એકંદરે આ પરિણામ ભાજપ માટે આશ્ચર્યજનક છે, આવું અમે કોઇએ વિચાર્યું ન હતુ.
ચૂંટણી પૂર્વે 4૦૦ પારનો નારો તો મોવડી મંડળે ઉપરથી સમગ્ર દેશમાં આપ્યો હતો.

થોડા દિવસ પહેલા પણ રૂપાણીએ ગુજરાતમાં લોકસભા પરિણામ બાદ મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવું નિવેદન આપ્યું હતું. બીજી તરફ તેમને એમ પણ કહ્યું હતુ કે બનાસકાંઠામાં ગેનીબેન માત્ર સમ ખાવા પુરતા કોંગ્રેસને મળ્યાં છે. એક રીતે તેમને મહિલાનું અપમાન પણ કર્યું કહી શકાય.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch