Mon,29 April 2024,11:30 am
Print
header

ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસે રૂ.1368 કરોડના બોન્ડ ખરીદ્યા, ગુજરાતી કંપનીઓ પણ ટોપ લિસ્ટમાં- Gujarat Post

-કોંગ્રેસે કહ્યું ભાજપ કંપનીઓને ડરાવીને પૈસા પડાવ્યાં
- અનેક કંપનીઓ સામે ઇડીની તપાસ હતી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે 14 માર્ચે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા જાહેર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 12 માર્ચે ચૂંટણી પંચ સાથે આ ડેટા શેર કર્યો હતો. ચૂંટણી પંચની વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરવામાં આવી છે. જેમાં બોન્ડ્સ ખરીદનાર કંપનીઓ અને વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે, બીજી યાદીમાં બોન્ડ્સ કેશ કરનારા પક્ષકારો વિશે માહિતી આપવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદનારી કંપનીઓમાં ABC ઈન્ડિયા, અરિહંત, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ, સન ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ, વેદાંત, બજાજ, ભારતી એરટેલ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસે યાદીમાં ટોચ પર છે. ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસે રૂ. 1,368 કરોડના બોન્ડ ખરીદ્યા છે. કંપનીનું નામ 1303 વખત આવ્યું છે.મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની આ યાદીમાં બીજા સ્થાને છે. જેનું નામ 821 વખત આવ્યું છે. ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસ વિશે વાત કરીએ તો, તે એક લોટરી કંપની છે. આ કંપનીની સ્થાપના 30 ડિસેમ્બર 1991ના રોજ થઈ હતી. કંપનીનું મુખ્ય મથક કોઈમ્બતુર, તમિલનાડુમાં છે. આ કંપની સામે અનેક એજન્સીઓ તપાસ ચલાવી રહી હતી.

ગુજરાતમાં ટોચના ઉદ્યોગોમાં મોટું નામ ધરાવતા એકમોએ બોન્ડની ખરીદી કરીને રાજકીય પક્ષોને દાન આપ્યું છે. ટોરેન્ટ ગ્રુપે 184 કરોડ, વેલસ્પન જૂથે 55 કરોડ, લક્ષ્મી મિતલે 35 કરોડ, ઈન્ટાસે 20 કરોડ રૂપિયાના બોન્ડની ખરીદી કરી છે. આ સિવાય ઝાયડસ, અરવિંદ, નિરમા, એલેમ્બિકનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનારા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch