Wed,31 May 2023,3:36 am
Print
header

ડો.અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

જૂનાગઢઃ ડો.અતુલ ચગ આપઘાત કેસમાં ત્રણ મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદને આધારે પોલીસે સોમવારે રાત્રે ગુનો નોંધ્યો હતો. અતુલ ચગે સ્યૂસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો.જો કે રાજકીય દખલને કારણે અત્યાર સુધી પોલીસે ફરિયાદ લીધી ન હતી.

ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2008 માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા તેમના પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ઉછીની લઈને પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા હતા અને પપ્પાને જાનથી મારી નાંખવાની રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી ગયા હતા, તારીખ 12 ફેબ્રુઆરી, 2023નાં રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હવે આ કેસમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch