Fri,26 April 2024,6:15 am
Print
header

કોરોનાથી મોત થયું હોય તે પરિવારોને કેજરીવાલ સરકાર આપશે રૂ. 50-50 હજારની સહાય

નવી દિલ્હીઃ દેશમાં હજુ કોરોના વાયરસનો કહેર યથાવત છે. જો કે છેલ્લા ઘણા સમયથી કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા દિલ્હીના લોકો માટે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણથી જેમનું મોત થયું છે તે દરેક પરિવારને 50-50 હજાર રુપિયા સહાય આપવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું જો કોઈ પરિવારમાં મુખ્ય કામ કરનારા વ્યક્તિનું મોત થઈ જાય તો તેમને પરિવારને 2500-2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રીએ રેશનકાર્ડ ધારકોને આ મહિને 10 કિલો મફત રાશન આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું દિલ્હીમાં કાર્ડ વગરના ગરીબોને પણ મફતમાં અનાજ આપવામાં આવશે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 14,02,87 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 13,29,899 લોકો સાજા થયા છે અને 22,111 દર્દીઓના મોત થયા છે. હાલના સમયે 50,863 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આજે શહેરમાં 4482 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 265 દર્દીઓના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch