Fri,26 April 2024,5:24 pm
Print
header

રાજકોટમાં આરોગ્ય વિભાગના સચિવને રજૂઆત કરવા ગયેલા વિરોધ પક્ષના નેતાની અટકાયત

લોકોની સાચી રજૂઆત સચિવ સુધી ન પહોંચે તે માટે ભાજપનું ષડયંત્રઃ કોંગ્રેસ

અમદાવાદઃ હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ત્યારે આજે કોરોના પોઝિટિવનો આંક 900ને પાર પહોંચી ગયો છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જંયતિ રવિ રાજકોટમાં છે અને જીલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં કોરોનાની સ્થિતિ અને સતત વધી રહેલા કેસ અંગે રજૂઆત કરવા માટે કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા કરશનભાઇ સાગઠિયા પહોંચ્યાં હતા.

ત્યારે સ્થાનિક પોલીસે તેમને રોક્યા હતા. રજૂઆત કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. કરશનભાઇએ આક્ષેપ કર્યો હતો કે રાજકોટમાં કોરોનાની સાચી સ્થિતિ અંગે સતાધીશો ડો. જંયતિ રવિને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. જેથી સત્ય હકીકત તેમને દર્શાવવી જરુરી છે. પણ શાસકો સાચી હકીકત છુપાવી રહ્યાં છે. ત્યારે ડો.જંયતિ રવિએ પણ માત્ર શાસકો જ નહીં પણ પ્રજા અને વિપક્ષની રજૂઆતો પણ સાંભળવી જોઇએ..

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch