Fri,26 April 2024,5:46 am
Print
header

હાર્દિકનો કટાક્ષ, મુખ્યપ્રધાન બદલીને ભાજપ છબી સુધારવા માંગે છે પરંતુ જનતા બધું સમજે છે

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનતા ભાજપને ઉખાડી ફેંકશેઃ હાર્દિક 

અમદાવાદઃ ભાજપે અચાનક જ વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના સીએમ બનાવી દેતા સૌ કોઇ આશ્વર્યમાં છે. આ બધાની વચ્ચે હવે રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે નવા મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે. હાર્દિકે કહ્યું કે કોરોનાની નિષ્ફળતા અને બેરોજગારી જેવા મુદ્દાઓને છુપાવવા ભાજપે આ બધુ કર્યું છે. ભાજપના સર્વેમાં જ વિજય રૂપાણી સામે રોષ સામે આવતા તેમને હટાવાયા છે. જો કે જનતા બધુ જાણે છે અને ભાજપ સામે આક્રોશમાં છે.

હાર્દિકે કટાક્ષ કરતા કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ માત્ર નામના મુખ્યમંત્રી છે, તેઓએ દિલ્હીના આદેશનું જ પાલન કરવાનું છે. કોરોનામાં હેરાન થયેલી જનતા બધુ સમજી રહી છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનતા ભાજપને ઉખાડી ફેંકવાની છે. હાર્દિકે પાટીદાર સમાજમાંથી આવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને માત્ર એક હાથો ગણાવીને વિવાદ ઉભો કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch