Thu,02 May 2024,3:38 am
Print
header

વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં જોરદાર તોડફોડ, CM વિજયને ઘટનાની કરી નિંદા-Gujarat post

યુવા કોંગ્રેસે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ઘટનાની કરી નિંદા 

કેરળઃ વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. એક ટ્વિટમાં યુથ કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલીએ કહ્યું કે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ SFI કાર્યકરો અને નેતાઓના એક જૂથે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના કાર્યાલય પર હુમલો કર્યો અને તોડફોડ કરી. આ લોકોએ ઓફિસના લોકો, રાહુલ ગાંધીના કર્મચારીઓ પર નિર્દયતાથી હુમલો કર્યો. હુમલાનું  કારણ હજુ સુધી સામે આવ્યું નથી, મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ઘટનાની નિંદા કરી છે.

વાયનાડમાં રાહુલ ગાંધીના કાર્યાલય સામે શાસક CPI(M) ની વિદ્યાર્થી પાંખ SFI ની વિરોધ કૂચ હિંસક બની ગઈ જ્યારે વિરોધીઓનું એક જૂથ રાહુલ ગાંધીની ઓફિસમાં પ્રવેશ્યું અને તોડફોડ કરી હતી. પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી છે. ઘટના બાદ પથ્થરમારો અને લાઠીચાર્જમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ બફર ઝોનના મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. મને ખબર નથી કે આ મામલે રાહુલ ગાંધીની શું ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, જો તે મુદ્દામાં કંઈ કરી શકાય છે, તો તે કેરળના મુખ્યમંત્રી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સંરક્ષિત ક્ષેત્રો, વન્યજીવ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના એક કિલોમીટરના વિસ્તારને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર (ESZ) ક્ષેત્ર જાહેર કરી દીધો છે. આ નિર્ણયથી નારાજ આ લોકોની માગ છે કે રાહુલ ગાંધી આ મુદ્દે પોતાનું મૌન તોડે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch