Fri,26 April 2024,10:47 am
Print
header

ચીનમાં બે મહિના પહેલા થયેલા પ્લેન ક્રેશ મુદ્દે સામે આવી આ માહિતી- Gujarat Post

(file photo)

  • દુર્ઘટનામાં 132 લોકોનાં મોત થયા હતા
  • બ્લેક બોક્સમાં નોંધાયેલી માહિતી મુજબ, કોકપિટમાં બેઠેલી વ્યક્તિને કેટલાક ઈનપુટ મળ્યાં હતા
  • વિમાન ક્રેશ થવાના બે મિનીટથી પણ ઓછા સમયમાં 29 હજાર ફૂટ નીચે આવી ગયું હતું વિમાન

બેઇજિંગઃ બે મહિના પહેલા ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. જેમાં 132 લોકોના મોત થઇ ગયા હતા.ઇસ્ટર્ન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું.હવે આ વિમાન દુર્ઘટના અંગે ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. બ્લેક બોક્સના ડેટાનું વિશ્લેષણ કરનારા અમેરિકી અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે વિમાનને છેલ્લી ઘડીએ જાણી જોઈને નીચે ઉતારવામાં આવ્યું હોઈ શકે છે, જેને કારણે વિમાન ક્રેશ થઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી અધિકારીઓએ કહ્યું કે બ્લેક બોક્સમાં નોંધાયેલી માહિતીથી માલુમ પડ્યું કે કોકપિટમાં બેઠેલી વ્યક્તિને કેટલાક ઈનપુટ મળ્યાં હતા.આ ઈનપુટ્સ બાદ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. એવી પણ શક્યતા છે કે વિમાનના કોકપિટમાં કોઈ ઘૂસી ગયું હોય અને તેને જાણી જોઈને ક્રેશ કર્યું હોય, વિમાન અપહરણના ઘણા કિસ્સાઓમાં આવી ઘટનાઓ નોંધાઈ છે. યુએસમાં 9/11ના આતંકી હુમલા દરમિયાન આવું જ થયું હતું.

ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું વિમાન બોઇંગ 737-800 જેટ કાનમિંગથી ગ્વાંગઝૂ જઇ રહ્યું હતું. નિર્ધારીત સ્થાને પહોંચવાના એક કલાક પહેલા ક્રેશ થઈ ગયું હતું. વિમાન દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. વિમાન ક્રેશ થવાના બે મિનીટથી પણ ઓછા સમયમાં 29 હજાર ફૂટ નીચે આવી ગયું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch