Thu,02 May 2024,3:34 am
Print
header

ભારતમાં કોવેક્સિનની રસીના 2 થી 18 વર્ષના બાળકો પર પરીક્ષણ માટે કોણે કરી ભલામણ ?

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પણ ભોગ બની શકે છે.જેને લઈને હવે રસી બનાવતી કંપનીઓએ આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 2 વર્ષની ઉંમરના બાળકોથી 18 વર્ષની વય ધરાવતા માટે બાયોટેકની કોવિડ-19 રસી કોવેક્સિનની ટ્રાયલ બીજા અને ત્રીજા તબક્કામાં કરવાની ભલામણ કરી છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દેશમાં કોરોનાની સામેની આ જંગમાં હવે બાળકો માટે પણ વેક્સિન ઝડપથી આવી જાય તેવા સંકેત મળી રહ્યાં છે.એકસ્પર્ટ સમિતિએ કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કા માટે 2 વર્ષના બાળકોથી લઇને 18 વર્ષના યુવાનો સુધી ટ્રાયલ માટે ભલામણ કરી છે.

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ ટ્રાયલ એમ્સની દિલ્હી અને પટણાની મેડિટ્રિના મેડિકલ સાયન્સ ઇન્સ્ટીટ્યૂટ સહિત અન્ય જગ્યાએ પણ થઇ શકે છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠનની કોવિડ વિષય વિશેષજ્ઞની સમિતિ આ આવેદન પર વિચાર કરી રહી છે. જેમાં 2 વર્ષથી 18 સુધીની વયના લોકો પર વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી મંગાઇ છે. ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જેથી બાળકો પર ટ્રાયલની મંજૂરી માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અંતિમ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ આવ્યાં છે 4205 લોકોના મોત થયા છે. જો કે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પણ મૃત્યુઆંક યથાવત્ રહેવા પામ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch