Thu,02 May 2024,3:14 am
Print
header

અફઘાનિસ્તાન: કાબૂલ એરપોર્ટ બહાર બે બોમ્બ બ્લાસ્ટમાં 40 લોકોનાં મોત, 110 ઘાયલ

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મોટા આત્મઘાતી હુમલા થયા છે. અફઘાનિસ્તાનના સ્થાનિક સમાચાર અનુસાર એક પછી એક બે હુમલામાં 40 લોકોના મોત થઇ ગયા છે 110 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમેરિકાના આસિસ્ટેંટ સેક્રટરી ઓફ ડિફેન્સ ફોર પબ્લિક અફેર્યસ જોની કિબ્રીએ કહ્યું કે આ હુમલા કાબૂલ એરપોર્ટ બહાર થયા છે.

બ્લાસ્ટ કોના દ્વારા કરવામાં આવ્યો છે તેના વિશે પણ હાલમાં કોઈ સમાચાર નથી. હુમલાને લઈ બ્રિટનની ઈન્ટેલીજેન્સે જાણ કરી હતી.બ્રિટનના રક્ષામંત્રી જેમ્સ હિપ્પીએ કહ્યું છે કે હાલમાં કાબૂલની સ્થિતી પર તેમની સરકાર પણ નજર રાખી રહી છે. ઈન્ટેલિન્સ ઈનપુરમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈએસઆઈએસ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હોય શકે છે. થોડા દિવસો પહેલા તાલિબાને પંજશીર સિવાય સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો હતો ત્યાર બાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યાં છે અને એરપોર્ટ પર લોકોની ભીડ થઇ રહી છે આ બધાની વચ્ચે જ અહીં આ હુમલો કરાયો છે. જેમાં અમેરિકી સૈનિકો પણ ઘાયલ થયા છે.

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબૂલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કરાયું છે જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. કાબૂલ એરપોર્ટ પર ભાગદોડ જોવા મળી રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને હાલમાં અમેરિકી એરપોર્ટ પર પોતાના નાગરિકોને નહીં જવાની સલાહ આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch