Fri,26 April 2024,3:24 pm
Print
header

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા ભીખુભાઇ દલસાણીયાને સોંપાઈ મોટી જવાબદારી, જાણો વધુ વિગતો

નવી દિલ્હી: ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મંત્રી અને દિગ્ગજ નેતા ભીખુભાઇ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે. દલસાણીયાને બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા છે. દલસાણીયા અત્યાર સુધી ગુજરાત BJPના સંગઠન મહામંત્રી રહી ચુક્યા છે. બિહારમાં સપ્ટેમ્બરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થઇ રહી છે. બિહારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ ભીખુભાઇ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે.

દલસાણીયાએ ટ્વીટ કરતા લખ્યું કે 1997 થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી કર્તવ્ય રત રહેવાનો લ્હાવો મળ્યો. વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ-માર્ગદર્શન-પ્રેમ અને ઉદારતાથી આ શક્ય બન્યું. તમામ કાર્યકરોના અપાર આદર અને સ્નેહથી સંતોષ અને આનંદ છે. હવે ગંગા કિનારે…બિહારમાં વિહાર કરીશું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં થોડા સમય પહેલાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતા રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. હવે તેમને સંગઠન દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch