Sat,27 July 2024,10:34 am
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સંકલ્પ પત્ર કરશે જાહેર- Gujarat Post News

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પ પત્ર જાહેર કરશે. આ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5-15 નવેમ્બર સુધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતથી લઈનેે તમામ શહેરોમાં સૂચન પેટી મૂકવામાં આવી હતી. જેમાં લોકોને મંતવ્યો આપવા જણાવાયું હતું. ઉપરાંત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ સૂચનો મંગાવાયા હતા.

ગઈકાલે મોડાસામાં યોજાયેલી જાહેર સભામાં PM મોદીએ કહ્યું હતું કે, તમે જોયું જ હશે કે કેવી રીતે આખું મોઢેરા ગામ છત પર સૌર ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે.અહીં લોકો પોતાની આવશ્યતા અનુસાર વીજળીનો ઉપયોગ કરે છે અને વધારાની વીજળીથી કમાણી કરે છે. હું આ સિસ્ટમને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવા માંગુ છું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ અંતર્ગત તમે સોલાર પેનલ દ્વારા વધારાની વીજળી વેચીને પૈસા કમાઈ શકો છો. માત્ર મોદી જ આ કળા જાણે છે કે કેવી રીતે લોકો વીજળીથી પૈસા કમાઈ શકે છે. તેમણે લોકોને કહ્યું કે મોઢેરાની એક મહિલા હવે ફ્રીજ અને એર કંડિશનર ખરીદવાનું વિચારી રહી છે, કારણ કે છત પર સોલાર પેનલ લગાવવાથી તેમના માટે વીજળી સસ્તી થઈ ગઈ છે. આમ કહીને તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch