Sun,28 April 2024,1:33 pm
Print
header

સાબરકાંઠા બેઠક પર ભાજપે આ મહિલા ઉમેદવારને ઉતાર્યા, શોભનાબેન બારૈયાએ કહી આ વાત

સાબરકાંઠાઃ નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. 50 વર્ષીય શોભનાબેન બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલિસણા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારે હવે ચૂંટણી લડવા માટે તેમણે શિક્ષક તરીકે રાજીનામું આપવું પડશે.

સતત ત્રીજી વખત પ્રાંતિજ તાલુકાને સાંસદ પદના ઉમેદવાર મળ્યાં છે. સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મહિલાને ભાજપે ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. નવા ચહેરાને જ મેદાને ઉતારીને ભાજપે મોટો દાવ ખેલ્યો છે.

લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ભાજપે પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે ગુજરાતના 6 ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. પ્રાથમિક શાળાના શિક્ષિકા શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા છે. શોભનાબેન બારૈયાને ટિકિટ મળતા તેમને પક્ષનો આભાર માન્યો હતો

ઉમેદવાર શોભનાબેને કહ્યુ કે હું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિકાસના કાર્યોને માટે હર હંમેશ તત્પર રહીશ અને કાર્યો કરીશ. પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા તરીકે તેમને ઉમેદવાર પસંદ કર્યા હોવાને લઈ આભાર માન્યો હતો. મહિલાને ટિકિટ આપીને ઉમેદવાર બનાવવાને લઈ મહિલાઓમાં પ્રોત્સાહન વધશે અને રાજકારણ અને શિક્ષણમાં મહિલાઓ આગળ વધશે. નોંધનિય છે કે આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ, બાદમાં તેમને હટાવવામાં આવ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch