Fri,26 April 2024,1:27 pm
Print
header

ઉત્તરાખંડઃ હિમસ્ખલનમાં 10 લોકોનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન ઝડપી બનાવાયું-Gujaratpost

ઉત્તરાખંડઃ હિમસ્ખલનની એક દુર્ઘટનામાં 10 લોકોના જીવ ગયા છે. નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 લોકો ટ્રેનિંગ માટે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. PTIના હવાલાથી મળેલા અહેવાલ મુજબ હિમ સ્ખલનમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહ્યું છે, જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર અહીં તૈનાત કરવામાં આવ્યા છે. દ્રૌપદી કા ડાંડા નામની જગ્યાએ આ હિમસ્ખલનની ઘટના બની છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કેટલાક લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અમારી ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. લોકો સલામત રીતે પાછા ફરે તેવી ભગવાનને પ્રાર્થના. અગાઉ ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઉત્તર કાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના 28 તાલીમાર્થી પર્વતારોહણ માટે ગયા હતા ત્યારે આ ઘટના 14,000 ફૂટની ઉંચાઈ પર બની હતી. 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

PTIનાં જણાવ્યાં અનુસાર, નેહરુ પર્વતારોહણ સંસ્થાના આચાર્ય અમિત બિષ્ટે માહિતી આપી કે, ઉત્તરકાશી જિલ્લામાં હિમપ્રપાતમાં 10 લોકોના મોત થયા છે. એક પ્રશિક્ષક, તાલીમાર્થી અને નર્સિંગ સહાયક સાથે કુલ 42 લોકો ટ્રેનિંગ માટે ગયા હતા.જેમાં 41 લોકો હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch