Fri,26 April 2024,9:12 am
Print
header

કોરોના સંક્રમિત દર્દીનું મોત થતા ડોક્ટરને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

અસમઃ કોરોના રોગચાળાની વચ્ચે, ડોકટરોની સેવાથી જેમને ભગવાન કહેવામાં આવે છે, તેઓ આજે દર્દીઓને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. પરંતુ ઘણી વખત તેઓના પોતાના જીવન પર આપત્તિ આવી જાય છે, જ્યારે દર્દી મરી જાય છે અનેક એવા કિસ્સા છે કે દર્દીઓનાં મૃત્યું બાદ ડોકટરોને લોકોનાં રોષનો સામનો કરવો પડે છે.  

એક કિસ્સો અસમના હોજાઈ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ફરજ પરનાં ડોક્ટર પર મૃત દર્દીનાં સબંધીઓએ હુમલો કર્યો હતો. તબીબને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. લાકડીઓથી લઈને લાત અને મુક્કા-ચપ્પલથી તેમને મારવામાં આવ્યાં હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ તપાસના આદેશ આપી દીધા છે.

આસામનાં હોજાઈ જિલ્લાની એક હોસ્પિટલમાં મંગળવારે દર્દીનું મોત નીપજ્યું હતુ. આ પછી પરિવારનાં લોકો રોષે ભરાયા હતા અને ડોક્ટરને માર માર્યો હતો. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે હોસ્પિટલનાં રૂમમાં ઘણા લોકો ડોક્ટરને નિર્દયતાથી માર મારી રહ્યાં છે. કેટલાક લાકડી વડે હુમલો કરી રહ્યાં છે અને કેટલાક ડોક્ટરને ત્યાં રાખેલી વસ્તુઓથી મારતા દેખાઇ રહ્યાં છે. એટલું જ નહીં, કેટલાક લોકો તેમને લાત અને મુક્કાથી મારતા દેખાઇ રહ્યા છે. ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

વીડિયો વાયરલ થયા પછી મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ ફરજ પરનાં ડોક્ટર પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, કાયદા હેઠળ આવી હરકત ક્યારે સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ આરોગ્ય પ્રધાન કેશવ મહંતને સ્થળ પર જઇને પોલીસ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch