Fri,26 April 2024,6:24 am
Print
header

આશાવર્કર બહેનો અને ફેસિલિટેટર માટે ખુશખબર, સરકારે પગાર વધારાની માંગ સ્વીકારી લીધી- Gujarat Post

(demo pic)

ગાંધીનગરમાં હાલ વિવિધ કર્મચારીઓ દેખાવ કરી રહ્યાં છે

ચૂંટણી પહેલા શાસક પક્ષ ભીંસમાં ન આવે તે માટે કરી રહ્યો છે પૂરતો પ્રયાસ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં અનેક આંદોલનોનો રાફડો ફાટ્યો છે.આ બધાની વચ્ચે આશા વર્કર્સ બહેનો માટે ખુશખબર છે. રાજ્ય સરકારે તેમની માંગો સ્વીકારી લેતા આશા વર્કર બહેનોએ આંદોલન સમેટી લીધું હતું. શુક્રવારે રાજ્ય સરકારે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટરનો પગાર વધારો જાહેર કર્યો છે.આશા વર્કર્સનો 2500 રૂપિયાનો પગાર વધારો થતા હવે તેમને 8500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.આશા ફેસિલિટેટરને 2000નો પગાર વધારો કરાતા હવે તેને 6000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

ઉપરાંત આ તમામ કર્મીઓને દર વર્ષે 2-2 જોડી કપડા આપવામાં આવશે.અગાઉ આશા વર્કરને 6000 રૂ. અને આશા ફેસિલિટેટરને 4000 રૂ. પગાર ચુકવવામાં આવતો હતો. તેમને પ્રતિ વિઝિટ ચુકવણી કરવામાં આવતી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch