Fri,20 September 2024,12:12 pm
Print
header

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થઈ ગઈ છે. તમામ પક્ષો પોતાની જીતની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ સહિત વિવિધ પક્ષોએ પણ ઘણી બેઠકો પર પોતાના લોકસભા ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે. હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ સોમવારે કહ્યું કે તે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ અને ગાંધીનગરથી ચૂંટણી લડશે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી સાંસદ છે. આ વખતે પણ ભાજપે તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપી છે.

AIMIMએ શું કહ્યું ?

AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ કહ્યું છે કે અમારા નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પાર્ટીના ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. અમિત શાહ ગાંધીનગરથી, મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે. બંને નેતાઓ 2024માં પણ એક જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

2019 માં શું પરિણામ આવ્યું હતું ?

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી. અમિત શાહે તેમના વિરોધી કોંગ્રેસના ઉમેદવારને 5,57,014 મતોથી હરાવ્યાં હતા. તેમને લગભગ 8,94,000 મત મળ્યાં હતા. આ વખતે કોંગ્રેસે ગાંધીનગરથી સોનલ પટેલને ટિકિટ આપી છે. 1984થી કોંગ્રેસ આ સીટ જીતી શકી નથી.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે ?

ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. તમામ 26 બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાશે. 4 જૂને મતગણતરી થશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch