Fri,26 April 2024,4:33 pm
Print
header

ગુજરાત પ્રદેશ ભાજપમાં વધુ 9 પદાધિકારીઓની નિયુક્તિ, જાણો વધુ વિગતો

ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા આજે વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, આઈટી તેમજ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર, સહ કન્વીનરોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ નિમણૂકોમાં સૌથી મહત્વની જાહેરાત ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખપદે નિમણૂંક છે. જયશ્રીબેને દેસાઈને પ્રદેશમંત્રી, યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તા, ડો યજ્ઞેશ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી, કિશોર  મકવાણાને પ્રદેશ સહ મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નિખીલ પટેલને કન્વીનર, આઈટી, સિદ્ધાર્થ પટેલ, પ્રદેશ કન્વીનર, સોશિયલ મીડિયા, મનન દાણી, પ્રદેશ સહ કન્વીનરની સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું. જૂના જોગીઓને રવાના કરીને નવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં નેતાઓને નિમણૂંક આપવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા ભાજપ તડામાર તૈયારી કરી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch