Sat,27 July 2024,4:25 pm
Print
header

ચારિત્ર્ય પર શંકા રાખી ત્રાસ આપ્યો, અમરેલી સ્ટેમ્પ ડ્યૂટીમાં ફરજ બજાવતા મહિતા ડેપ્યુટી કલેકટરે પતિ સામે નોંધાવી ફરિયાદ

પતિએ ડેપ્યુટી કલેકર સાથે છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા માંગ્યા

બિઝનેસ અને દેવાની વાત છુપાવી પતિએ ડેપ્યુટી કલેકટર સાથે કર્યાં હતા લગ્ન

અમરેલીઃ સ્ટેમ્પ ડ્યુટીમાં ફરજ બજાવતા ડે.કલેકટરે મહિલા પોલીસમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ડે.કલેક્ટરના ચારિત્ર્ય પર શંકા કરીને અવાર-નવાર માનસિક ત્રાસ આપી પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. પતિ એ ડે.કલેકટર સાથે છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ આપી છે. પતિએ બિઝનેસ અને દેવાની વાત છુપાવીને ડે.કલેકટર સાથે લગ્ન કર્યાં હતા. મૂળ જૂનાગઢના વતની અમરેલી ડે.કલેકટર પૂજાબેન જોટાણીયાના અમદાવાદના પરાગ સુથાર સાથે લગ્ન થયા હતા.

મૂળ જુનાગઢની અને હાલ અમરેલીમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત મેણા ટોણા મારી, ગાળો આપી હતી. બનાવ અંગે પુજાબેન પરાગ સુથાર (ઉ.વ.36) અમદાવાદના નરોડામાં રહેતા પતિ પરાગ પંકજકુમાર સુથાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, પતિએ માનસિક ત્રાસ આપીને ગાળો આપી હતી, તેઓ ઘણા સમયથી આ પીડા સહન કરી રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch