Fri,26 April 2024,3:16 pm
Print
header

તકવાદી અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યાં ધજાગરા, ગરબાનું પણ કરાયું હતું આયોજન

સામાન્ય લોકો ગરબા નથી કરી શકતા, ભાજપના નેતાઓના કાર્યક્રમમાં થાય છે ગરબા 

વિસનગરઃ રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે, ત્યારે ખાસ કરીને નેતાઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અને નિયમોના લીરેલીરા ઉડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોંગ્રેસને બદનામ કરીને ભાજપમાં જઇને સાઇડલાઇન થયેલા નેતા અલ્પેશ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. તેમની હાજરીમાં જ ગરબાનું પણ આયોજન થયું હતું. અહી હાજર લોકો અને અલ્પેશ ખુદ માસ્ક વગર ફરી રહ્યાં હતા.

વિસનગરના ગોઠવા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં ભીડ એકઠી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ ગરબાનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અલ્પેશ ઠાકોરની હાજરીમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છંતા તમને કોરોનાને લઇને કોઇને સમજાવ્યાં પણ નહીં 

કોરોનાકાળમાં ભાજપના નેતાઓ દ્વારા જ અવાર-નવાર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગાર કરવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવી રહ્યું છે. આ પહેલા ભાજપ-કૉંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યાની અનેક ઘટનાઓ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલી પણ કોરોનાનું હબ બની હતી.  ભાજપ-કૉંગ્રેસેના નેતાઓ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch