Fri,26 April 2024,5:59 am
Print
header

દાણચોરીનું હબ બન્યું અમદાવાદ એરપોર્ટ ! અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતનું 8 કિલો સોનું ઝડપાયું- Gujarat Post

દુબઇની ફ્લાઇટમાં આવેલો મુસાફર ઝડપાયો

8 કિલો સોનું જપ્ત કરાયું

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી વધી રહી છે. ડીઆરઆઇએ અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતનું 8 કિલો સોનું ઝડપી લીધું છે. દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી આ સોનું ઝડપાયું છે. તપાસમાં સામે આવ્યું છે કે એરપોર્ટ પર આવેલી ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની પણ સંડોવણી છે. આ સોનું આ કર્મચારીને આપીને એરપોર્ટની બહાર કાઢવાની યોજના હતી.

દુબઇથી આવેલી ફ્લાઇટના પેસેન્જરે ગ્રીન ચેનલ મારફતે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડીઆરઆઇએ બાતમીને આધારે તેની ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી 8 કિલો સોનાના બિસ્કિટ ઝડપાયા હતા. અગાઉ પણ આવા કૌભાંડોમાં કર્મચારીઓની સંડોવણી સામે આવી ચુકી છે, હાલમાં તપાસ થઇ રહી છે કે પકડાયેલા કર્મચારીએ અગાઉ પણ આવી રીતે કોઇનું સોનું કાઢ્યું હતુ કે કેમ ?

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch