(demo pic)
અમદાવાદઃ પોરબંદરની ડોકટર યુવતી પર નરોડાના યુવકે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તે રશિયામાં અભ્યાસ કરતી હતી, તે સમયે નરોડાના યુવક સાથે પરિચય થયો હતો. રશિયાની હોસ્ટેલમાં યુવતી એકલી હતી ત્યારે દુષ્કર્મ આચરીને વીડીયો બનાવી લીધો હતો. થોડા મહિના બાદ બંને ભારત પરત આવી ગયા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શખ્સે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ શખ્સે મહિલાને પોરબંદરથી અમદાવાદ બોલાવી કારમાં બેસાડી ચિલોડા રીંગરોડ પર અવાવરૂ જગ્યા પર લઇ જઇને કારમાં દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે નરોડા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં રહેતી 23 વર્ષીય યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતા મિતેન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે છ વર્ષ પહેલાં રશિયા ખાતે એમબીબીએસનો અભ્યાસ કર્યાં બાદ ભારત પરત ફરી હતી. મેડિકલ યુનિ. ખાતે તેની સાથે નરોડા ખાતે રહેતો યુવક પણ અભ્યાસ કરતો હતો.2017માં યુવક પણ હોસ્ટેલમાં યુવતી સાથે રહેતો હોવાથી બન્ને સંપર્કમાં આવ્યાં હતા. ત્યારબાદ બંન્ને ફોન પર વાતચીત કરતા હતા. 2018માં હોસ્ટેલમાં યુવતી એકલી હતી ત્યારે યુવક તેના રૂમમાં ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીએ વિરોધ કરતા માફી માગીને મારી ભૂલ થઇ ગઇ છે અને હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું. જો કે થોડા દિવસ બાદ યુવકે તેના મોબાઇલમાં યુવતીને વીડિયો બતાવ્યો હતો. એટલું જ નહીં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. નરોડા પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01