Sat,27 July 2024,4:26 pm
Print
header

ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post

અમદાવાદઃ રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠાં સમાચાર છે.   હવામાન વિભાગે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 2 થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલીના બાબરા લાઠી વિસ્તારમાં 25 તેમજ 26 નવેમ્બર 2023ના રોજ થયેલા માવઠાંને કારણે કપાસ, જીરૂં, તુવેર, વરીયાળી, ચણા, ઘંઉ, રાયડો, મરચી,  ડુંગળી, લસણ, જેવાં અનેક શિયાળુ પાકોનો તેમજ ખેડૂતોના ખેતરમાં પડેલા નિરણને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ બાબતે સત્વરે સર્વે કરાવી ખેડૂતોને પાક નુકસાનની અંગેનું વળતર આપવા અંગે ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને વળતર આપવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના અન્ય નેતાઓએ પણ ખેડૂતોને વધુ વળતર આપવાની માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch