Fri,26 April 2024,11:03 pm
Print
header

નરેશ પટેલના મોદી અને ભાજપ નેતાઓ સાથે લાગ્યાં પોસ્ટર, ભાજપમાં જોડાવાની અટકળો- Gujarat Post

(રાજકોટમાં લાગેલા પોસ્ટર)

  • હાર્દિકના ભાજપ પ્રવેશ બાદ પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકીય પ્રવેશ પર ગુજરાતની નજર
  • રાજકોટમાં ભાજપ નેતાઓ સાથે નરેશ પટેલના બેનર લાગતાં અનેક તર્કવિતર્ક

રાજકોટઃ હાર્દિક પટેલ ભાજપમાં સામેલ થયા બાદ પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ પર સૌની નજર છે.નરેશ પટેલે હજુ સુધી કયા પક્ષમાં સામેલ થશે, તેને લઈને સ્પષ્ટતા કરી નથી.રાજકોટમાં ભાજપના નેતાઓ સાથે નરેશ પટેલના બેનર લાગતા ફરી એકવાર તર્ક વિતર્ક શરૂ થયા છે.

જીમના ઉદ્ઘાટન કાર્યક્રમ અંગેના આ બેનર છે. બેનરમાં એક બાજુ નરેશ પટેલની તસવીર છે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાની તસ્વીરો છે. આ પોસ્ટરો લાગતાં નરેશ પટેલના રાજકારણમાં એન્ટ્રી અને ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

નરેશ પટેલ રાજકારણમાં સામેલ થશે કે નહીં તે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન છે, જો સામેલ થશે તો કઇ પાર્ટીનો ખેસ પહેરશે તેના પર બધાની નજર છે. અવાર-નવાર ખોડલધામના ચેરમેન રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે.જો કે તેઓ કઇ પાર્ટીમાં સામેલ થશે અને ક્યારે થશે તે અંગે કોઈ ખુલાસો નથી કરી રહ્યાં.અગાઉ તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે અનેક વખતે મુલાકાત કરી ચુક્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch