Fri,26 April 2024,5:58 am
Print
header

ACB એ સુરતમાં મેડિકલ ઓફિસરને લાંચ લેતા ઝડપી લીધો, જાણો કેટલી લીધી હતી લાંચ

સુરતઃ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક લાંચિયા બાબુને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે.આરોપી દિપક વિનોદભાઇ ગઢીયા, મેડીકલ ઓફિસર, વર્ગ-2, સ્મીમેર હોસ્પિટલ, સુરત મહાનગરપાલિકા, 2500 રૂપિયાની લાંચ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ફરીયાદીને કોવિડ-19 રેપીડ એન્ટીજન ટેસ્ટના રીપોર્ટની જરૂર હોવાથી મેડીકલ ઓફીસર સાથે વાત કરી હતી.જેમાં આરોપી ઓફિસરે કોરોના પોઝિટિવ રીપોર્ટ આપવાના અવેજ પેટે શરૂઆતમાં 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને ફરીયાદીની આધારકાર્ડની નકલ વોટ્સએપ પર મોકલી આપવા જણાવ્યું હતુ. 

જેમાં 2500 રૂપિયાની લાંચ લેતા મેડિકલ ઓફિસર રંગેહાથ ઝડપાઇ ગયો છે.કોઇ પણ ટેસ્ટ કરાવ્યાં વગર અહીં કોરોનાનો જેવો જોઇએ તેવો રિપોર્ટ મળી જતો હતો. એન.કે.કામળીયા, પીઆઇ, નવસારી એસીબી અને કે.જે.ચૌધરી, પીઆઇ, નવસારી એસીબી, એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરતની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.આ બનાવ બાદ કોર્પોરેશનના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch