Sat,27 July 2024,10:55 am
Print
header

આણંદ જીલ્લા પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર ACB ની ઝપેટમાં, 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

આણંદઃ ફરીયાદીના રેશનકાર્ડમાં સરકાર તરફથી અનાજ મળવા અંગેનો મામલતદાર (પુરવઠા) નો સિક્કો મારવાનો હતો, ફરીયાદીએ આરોપી નિલેષ ઠાકોર કે જે આણંદ જીલ્લા પંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં કોમ્યુટર ઓપરેટર તરીકે (કરાર આધારીત) ફરજ બજાવે છે. તેના પરિચયમાં હોવાથી તેઓને મળીને રેશનકાર્ડમાં સિક્કો કરાવવા અંગેની વાત કરી હતી. આરોપી નિલેષ ઠાકોરે પોતાની ઓળખાણથી પુરવઠા શાખા, કલેકટર કચેરી, આણંદમાં અનાજ મળવા અંગેનો સિક્કો કરાવી આપશે તેમ જણાવ્યું હતું.

આરોપી નિલેષ ઠાકોરે ફરીયાદીને મોબાઇલ પર ફોન કરીને અને રેશનકાર્ડમાં સિક્કો કરાવી આપવા બાબતે સાહેબ સાથે વાત કરો તેમ કહીને કોન્ફરન્સ કોલમાં  નિલેષ જયંતિભાઈ પરમાર (પ્રજાજન-વચેટીયા ) સાથે રેશનકાર્ડ અંગેની વાતચીત કરાવી હતી. નિલેષ પરમારે પોતે પુરવઠા શાખાના કર્મચારી હોવાની વાત કરીને ફરીયાદી પાસે સિક્કો કરાવી આપવા 1200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

નિલેષ ઠાકોરે ફરીયાદીને લાંચના 1200 રૂપિયા આપવા જણાવ્યું હતું. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે   ફરીયાદ આપી હતી.રાજન ગેસ સર્વિસ, આણંદ-બોરસદ રોડ પર લાંચ સ્વીકારતા આરોપી નિલેષ ઠાકોર પકડાઇ ગયો હતો અને આરોપી નિલેષ પરમાર ભાગી ગયો હતો. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ટ્રેપીંગ અધિકારીઃ એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે, આણંદ તથા ટીમ

સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch