Subscribe Now For Gujarat Post

Print
header

જૂનાગઢમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની આપી શુભકામનાઓ

જૂનાગઢઃ આજે રાજ્ય કક્ષામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં થઇ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ધ્વજવંદન કરાયું હતુ, જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા.પોલીસ દ્વારા પાઈપબેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટર સાયકલ સ્ટંટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયો હતો.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવતા કહ્યું કે સૌ નાગરિકોને 75માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ, ભારતમાતાની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન.

આવો, આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભારતીય સંસ્કૃતિ અને સંવિધાનના મહાન મૂલ્યોને અનુસરી આપણા દેશને વિશ્વમાં અગ્રીમ સ્થાને બિરાજમાન કરાવવા સહિયારો પુરુષાર્થ કરીએ. ભારતમાતા કી જય.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ કાતે ભવ્ય સાંસ્કૃતિક 'સોરઠ ધરા સોહામણી' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીલ્લાને એક જ દિવસે રૂપિયા 781 કરોડના 617 કામોની ભેટ પણ આપી હતી. તેમજ મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર પાલિકા, ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. આ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને ભારતીય લોકશાહીએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી.તમામ દેશવાસીઓ આ લોકશાહીને મજબૂત કરવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch