Sat,27 April 2024,4:35 am
Print
header

રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા કેબિનેટમાં લેવાયો નિર્ણય, 50 હજાર આખલાઓનું કરાશે ખસીકરણ- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલા ભરી રહી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે તેમના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યાં છે. આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે.ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ કરવામાં આવશે. ખસીકરણ કર્યાંના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch