Fri,26 April 2024,9:35 am
Print
header

બાંગ્લાદેશના કન્ટેનર ડેપોમાં ભીષણ આગમાં 49 લોકોનાં મોત- Gujarat Post

આગમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા

આગની ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા

બાંગ્લાદેશઃ એક કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 49 લોકોનાં મોત થઇ ગયા છે.દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં ખાનગી કન્ટેનર ડેપોમાં વિસ્ફોટને કારણે લાગેલી ભીષણ આગમાં 49 લોકોનાં મોત થયા છે. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે, આ  આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. આગની આ ઘટના શનિવારે રાત્રે ચટગાંવના સીતાકુંડાના કદમરાસુલ વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત BM કન્ટેનર ડેપોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 49 લોકો બળીને ખાખ થઈ ગયા હતા.અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

કન્ટેનર ડેપોમાં આગ લાગ્યા બાદ અનેક વિસ્ફોટ થયા હતા,જેમાં ઓછામાં ઓછા 49 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સહિત અનેક લોકો દાઝી ગયા હતા. ઢાકા ટ્રિબ્યુને રેડ ક્રેસન્ટ યુથ ચટગાંવના આરોગ્ય અને સેવાઓ વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું કે આ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 CMCHમાં છે. બાંગ્લાદેશ ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યાં અનુસાર કન્ટેનર ડેપોમાં આગની ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch