Fri,03 May 2024,9:28 pm
Print
header

અમરેલીના લુણીધારમાં કુલ્ફી ખાધા બાદ 26 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

અમરેલી તાલુકાના લુણીધારમાં 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું

કુલ્ફી ખાધા બાદ 15 મહિલાઓ સહિત તમામને ઝાડા ઉલટી

તમામને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

અમરેલીઃ ઉનાળો આવી ગયો છે અને કુલ્ફી-ગોલાની સિઝન આવી ગઇ છે. પરંતુ અખોદ્ય વસ્તુઓ તમને બિમાર પણ પડી રહી છે, અમરેલીના લુણીધાર ગામે કુલ્ફી ખાધા બાદ 26 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રાત્રિનાં સમયે એક સાથે અનેક લોકોની અચાનક તબિયત લથડતા દોડધામ મચી ગઇ હતી.

એક ખેડૂતને ત્યાં ડુંગળીનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મજૂરો અને ઘરના સભ્યો માટે ખેડૂત બાપા સીતારામ ડેરીથી કુલ્ફી લાવ્યાં હતા. કુલ્ફીનું સેવન કર્યાં બાદ 15 મહિલાઓ સહિત તમામને અચાનક જ ઝાડા-ઉલટીની અસર થઈ હતી. હાલ તમામને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તમામ લોકો હાલ સારવાર હેઠળ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch