નવી દિલ્હીઃ મોદી સરકારે ફરી એક વખત ચલણી નોટને લઇને મોટો નિર્ણય કર્યો છે. રૂ.2000 ની ચલણી નોટ હવે પાછી લેવામાં આવશે. આ માટે તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે, જેથી તમારે ડરવાની જરૂર નથી, તમે બેંકમાં આ તારીખ સુધીમાં રૂ.2000 ની ચલણી નોટ જમા કરાવી શકો છો. જો કે તમે એક સમયે 10 ચલણી નોટ એટલે કે 20000 રૂપિયા જ તમે એક સમયે જમા કરાવી શકશો.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને 2,000 રૂપિયાની નોટ્સ અંગે કેટલીક જાહેરાતો કરી છે, જેને કારણે લોકો એવું માની રહ્યાં છે કે હવેથી 2,000 રૂપિયાની નોટ નહીં ચાલે, રિર્ઝવ બેંકે સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બેંક 2000 રૂપિયાની નોટ પાછી લઇ લેશે. સાથે RBI એમ પણ કહ્યું કે આ જાહેરાતને કારણે સામાન્ય લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી. RBIની ક્લીન નોટ પોલીસી હેઠળ આ નિર્ણય લેવામાં આન્યો છે. જો તમારી પાસે 2,000 રૂપિયાની નોટ હોય તો બિલકુલ ગભરાતા નહી.
તમે તમારી 2,000ની ચલણી નોટોને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં જમા કરાવી શકશો. જેને કારણે તમારી રૂપિયાની વેલ્યું ખતમ થવાની નથી.તમને કોઇ નુકશાન થવાનું નથી. તમારી પાસે નોટ જમા કરાવવા હજુ ઘણો સમય છે.
રૂ.2,000ની નોટ ચલણમાં રહેવાની જ છે. RBIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં 2000ની નોટ બજારમાં ચલાવી શકો છો. સામાન ખરીદો શકો છો, જે રીતે અન્ય ચલણનો ઉપયોગ કરો છો તે જ રીતે 2000ની નોટનો ઉપયોગ કરી શકશો. પરંતુ 30 સપ્ટેમ્બર 2023 સુધી જ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
RBIએ કહ્યું છે કે, લોકો ગભરાટમાં આવીને બેંકોમાં ન જાય અને લાંબી લાઇનો ન લગાવી દે. કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન આપશો નહી. RBIએ બીજો એક વિકલ્પ એ આપ્યો છે કે તમે કોઇ પણ બેંકમાં જઇને દિવસમાં એક વખત 2,000ની 20,000 રૂપિયા સુધીની રકમ એક્સચેન્જ કરાવી શકો છો. તેની સામે તમને 100, 200, 500ની નોટ આપવામાં આવશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07