Fri,26 April 2024,6:41 am
Print
header

સાંસદ પર બળાત્કારનો આરોપ લગાવનારી મહિલા અને તેના પતિએ સુપ્રીમ કોર્ટના ગેટ પર પોતાને ચાંપી આગ

નવી દિલ્હી: સોમવારે સુપ્રીમ કોર્ટની બહાર બે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્નીએ કોર્ટના ગેટ નંબર D પર પોતાને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ તરત જ તેમને પોલીસ વાનમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. પુરુષની હાલત મહિલા કરતાં વધુ ગંભીર હોવાનું જણાવાયું છે. આત્મહત્યાનો પ્રયત્ન કરતી મહિલાએ ઉત્તર પ્રદેશના ધોસીના સાંસદ અતુલ રાય વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.અને આ પુરુષ આ કેસનો સાક્ષી છે. પોતાને આગ ચાંપતા પહેલા બંનેએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. જેમા મહિલાએ પોતાને રેપ પીડિતા ગણાવીને કહ્યું કે તમામ પ્રયત્નો પછી પણ હજુ સુધી મને ન્યાય મળ્યો નથી

તેઓ બંને કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, પરંતુ સુરક્ષાકર્મીઓ દ્વારા પૂરતા ID ના પુરાવા વિના તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. દરમિયાન તેમણે પોતાને આગ ચાંપી દીધી હતી. સુપ્રીમ કોર્ટના પાસે આ ઘટના બનતા ચકચાર મચી છે સ્થાનિક પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch