Fri,26 April 2024,9:10 pm
Print
header

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી સંક્રમિત 2 બાળકોનાં મોત

અમદાવાદઃ કોરોના બાદ બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટ્રી સિંડ્રોમ ) નામનો પોસ્ટ કોવિડ રોગ જોવા મળી રહ્યો છે. એક લાખે એક બાળકને આ રોગ થતો  હોય છે. પશ્ચિમી દેશોમાં થતો આ રોગ હવે ગુજરાતમાં પ્રવેશી ચુક્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના આ બીમારીથી મોત થઇ ગયા છે તાજેતરમાં રાજકોટમાં પણ MIS- Cના 100થી વધુ કેસ નોંધાયા છે.

કોરોના અને મ્યુકોરમાઇકોસિસના રોગથી લોકોને થોડી રાહત મળી છે પરંતુ હવે  બાળકોમાં જોવા મળતા MIS-C રોગથી ફફડાટ મચી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 અને 12 વર્ષના બે બાળકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આ બંનેમાંથી એક બાળકનું લોહીનું દબાણ ઓછુ થવાની જ્યારે અન્ય બીજા બાળકનું હૃદય, મગજ અને લીવર ફેલ થવાથી મોત થયું છે.MIS- Cની બીમારી સાથે 10 બાળકો સિવિલમાં દાખલ થયા હતા. જેમાંથી 8  બાળકોને બચાવી લેવાયા છે.

MIS- C રોગએ પોસ્ટ કોવિડ રોગ છે જે નવજાત બાળકથી લઈ 15 વર્ષના બાળકમાં થાય છે તેને ઓટો એન્ટી બોડી રિએક્શન રોગ કહેવામાં આવે છે. માતાના પેટમાં ઉછરતા બાળકમાં પણ આ રોગ જોવા મળ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch